બંધ

જિલ્લા વિષે

તા.૦૨/૧૦/૧૯૯૭ નાં રોજ નર્મદા જિલ્લા સહિત નવા ૬ જિલ્લાની રચના કરવામાં આવી. નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યનાં પૂર્વ ખૂણે આવેલો છે. જેમાં ભરૂચ જિલ્લાનાં નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકા અને વડોદરા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનો સમાવેશ નર્મદા જિલ્લામાં કરવામાં આવ્યો. તા. ૧૮/૦૨/૨૦૧૪ નાં રોજ નવાં ગરૂડેશ્વર તાલુકાની રચના કરવામાં આવી. નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યનાં પૂર્વ ખૂણે આવેલો છે. આમ જિલ્લામાં કૂલ પાંચ તાલુકા આવેલા છે. નર્મદા જીલ્લામાં કુલ પાંચ તાલુકા અને એક નગરપાલીકા આવેલી છે. જેમાં નાંદોદ તાલુકામાં ૧૦૮ ગામ, ડેડીયાપાડા તાલુકામાં ૧૩૩ ગામ, સાગબારા તાલુકામાં ૯૫ ગામ, તિલકવાડા તાલુકામાં ૯૭ ગામ અને ગરૂડેશ્વર તાલુકામાં ૯૪ ગામ આવેલા છે. આમ નર્મદા જીલ્લામાં. કુલ ૫૨૭ ગામ અને ૨૨૧ ગ્રામ પંચાયતો આવેલી છે. જીલ્લાની કુલ વસ્તી ૫,૯૦,ર૭૯ (૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ) છે.

નર્મદા જીલ્લામાં કુલ ૬૮૯ પ્રાથમિક શાળાઓ, ૫૩ માધ્યામિક શાળાઓ, ૨૩ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જીલ્લામાં કુલ ૪ કોલેજ આવેલી છે. જેમાં આર્ટ્સ, કોમર્સ, અને સાયન્સ કોલેજનો સમાવેશ થાય છે. અન્ય કોલેજોમાં પી.ટી.સી. કોલેજ, બી.એડ, સી.પી.એડ, બી.પી.ઇ. અને મહિલા પોલીટેકનિક જેવી કોલેજ પણ આવેલી છે. જીલ્લાનો કુલ સાક્ષરતા દર ૭૨.૩૧% છે. જીલ્લામાં કરજણ નદી અને લોકોની જીવાદોરી સમાન નર્મદા નદી આવેલી છે. તેમજ જીલ્લામાં સરદાર સરોવર યોજના, કરજણ સિંચાઇ યોજના, કાકડી આંબા સિંચાઇ યોજના અને ચોપડવાવ જેવી સિંચાઇ યોજનાઓ આવેલી છે. આવનાર સમયમાં જીલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જેવી અતિ મહત્વની યોજના સાકાર થવા જઇ રહીછે. નર્મદા જીલ્લા ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ છે.