બંધ

ઇતિહાસ

આજનો નર્મદા જિલ્લો એ સ્વતંત્ર ભારતના દેશી રજવાડાઓ પૈકીનું એક સ્વતંત્ર રાજપીપલા રાજ હતું જે તા. ૯-૬-૧૯૪૮માં સ્વતંત્ર ભારતના મુંબઇ રાજમાં વિલીન થયું. આ રાજપીપલા રાજ અને આજના નર્મદા જિલ્લાના ભવ ભૂતકાળમાં ડોકીયું કરીએ તો રાજપીપલા નામ કયારે અને શાથી પડયું તે અંગે કોઇ આધારભૂત પ્રમાણ મળી આવતું નથી. પરંતુ એક વાત એવી છે કે પ્રથમ ગાદીનું સ્થાન પીપળા નીચે કરેલ તે ઉપરથી રાજપીપલા નામ પડયું. તેવી જ રીતે કેટલાક કહે છે કે આ વિભાગમાં પીપળાના વૃક્ષ વધુ પ્રમાણમાં હોવાથી એ નામ પડયું જયારે કેટલાકનું કહેવું છે કે, પ્રાચીન કાળમાં વિંધ્‍યાચલને લગતું નર્મદાને દક્ષિણ કિનારે સિકોયની ચોરસમાં મહર્ષિ પીપલોદનું તપોવન હતું અને તે ઉપરથી આ નામ પડયું. પરંતુ આ રાજ વિંધ્‍યાચલના વિભાગનું હોવાથી આ સંસ્થાનું નામ થોડો વખત રાજગીરી હતું એમ દાખલો મળે છે.

અવંતિકા (ઉજ્જૈની)ના મહારાજા વિક્રમના વંશના પરમાર શ્રી નંદરાયને વિક્રમ સંવત બારસોની સદીના પ્રારભમાં રાજા સ્થાપવાનું સ્વપ્ન આવાવથી નર્મદાના દક્ષિણ કિનારે દક્ષિણ પૂર્વના ખૂણામાં આવેલ ડૂમખલ રાજની સરહદે કરજણ નદીને કિનારે નંદપુર ગામ વસાવું અને આજુબાજુના વસ્તીવાળા ભાગ પર પોતાની સત્તા જમાવી તેમણે વસ્તી હીન પ્રદેશમાં આજુબાજુના ગામોમાંથી ખેડૂતોને વસાવા. દેવી હરસિદ્ધિનું સ્થાપન કર્યુ. શ્રી મહાકાળ ધર્મેશ્વરનું દેવળ બંધાવું અને વીર વેતાલ હનુમાનની સ્થાપના કરી નંદપુરમાં રાજમહેલ બંધાવો અને એક તળાવ બંધાવું જે હાલ બાધા તળાવને નામે ઓળખાય છે. નંદરાયના વંશજોએ રાજ કર્યુ અને નર્મદાને સામે કિનારે કરનાળી ગામમાં સત્તા બેસાડી અને પોતાની અંગભૂત ક્ષત્રિયવર્ગને નર્મદાના ઉત્તર ભાગનો ઘણો ખરો ભાગ વસવા માટે આપો. તે પૈકી કૈોઇ પાંચ, કોઇ દશ ગામના ટેકેદાર બન્‍યા મહેરબાનીથી આપેલ વાસને લીધે તે વિભાગનું નામ મહેરવાસ પડયું. આ મહેરવાસના રક્ષણ માટે ગરૂડેશ્વર મુકામે કિલ્લો બાંધી અમલદાર અને રક્ષકને રહેવાનું સ્થાન બનાવું.

આ સંસ્થાનના નવમા રાજ જાચંદના મરણ પછી ૧૪૦૩માં તેના ભાણેજ સમરસિંહજી પોતાનું નામ અર્જુનસિંહ ગાદીએ બેઠા. સંવત 1942 થી ૭ર વચ્ચે ગેમલસિંહજીના વખતમાં ગુજરાતના સુલતાન અહમદે રાજપીપલા પરચઢાઇ કરી અને નંદપુરમાં કરજણ નદીના પશ્ચિમ બાજુના રસ્તા પર આવેલ નંદકેશ્વર મહાદેવનું મંદિર તોડી નાખું અને તાં મોટું કબ્રસ્થાન બનાવ્‍યું અને ત્‍યારથી મુસલમાન વસવાટ થયો. સંવત ૧૪૯પની વચ્ચે વિજાપાલજીએ નંદપુરનું નામ નાંદોદ (નંદની હદ) પાડયું અને ભીલ લોકોની વસ્તી વધારી સૈન્‍ય તૈયાર કર્યુ. વૈધનાથ મહાદેવ અને ગણેશ હનુમાન સહિત સ્થાપના કરી. ભીલો ત્‍યારથી હનુમાનને ઇસ્ટ દેવ ગણી લગ્ન પ્રસંગે પુજે છે….

સંવત ૧૪૮પ થી ૧પ૧૪ વચ્ચે ફરીથી સુલતાન અહેમદખાને આ સંસ્થાન પર ચઢાઇ કરી પરંતુ તે વખતના રાજા હરિસિંહજીએ તેને મારી હઠાવો અને નાંદોદની દશકે માઇલ દુર હાલ જે જૂનારાજ તરીકે ઓળખાય છે તે સ્થળે રાજપીપલા નામે ગાદી સ્થાપી. સંવત ૧પ૧૪માં ગાદીએ આવેલા પુથુરાજજી (પહેલાએ) રાજતિલક જુનારાજના વસાવાના હાથે કરાવ્‍યું અને તારથી આ વસાવાની પેઢીમાં જે પુરૂષ હોય તેની પાસે જ રાજવંશીઓ રાજતિલક કરાવે એવો ઠરાવ કર્યો અને આનો અમલ હાલ પણ થાય છે. સંવત ૧૬૧પ થી ૧૬૩૯ના ગાળામાં અક બર શાહની ચઢાઇથી નાસી આવી ચિત્તોડના રાણા ઉદાસિંહજીએ આશરો લીધો હતો. શહેનશાહ અકબરે મુજફર શાહ પાસેથી ગુજરાત જીતી લીધું અને રાજપીપલા પર ચઢાઇ કરી હોવાથી પુથુરાજ બીજાને ડુંગરોમાં રહેવું પડેલું.

સંવત ૧૬પરથી ૧૬૬૧ સુધી ગાદી પર રહેલા પર રહેનાર દીપસિંહજીના વખતમાં હાલ રાજપીપલા નામે જે સ્થળ ઓળખાય છે તે સ્થળે ગાદી લાવવામાં આવી અને મૂળ ગાદીનું નામ જુનારાજ પડયું. ગુર્જર નૃપતિવંશનું તામ્રપત્ર પર કોત્રેલા ૧૩ દાનશાસન મળ્‍યા છે. એ સંવત ૩૮૦ થી ૪૮૬ (ઇ.સ. ૬ર૯ થી ૭૩૬)ના સમાના છે. તારબાદ રાજામહારાજાના પુરોગામીઓની સત્તા ચાલતી હતી. ઇ.સ. ૧૪૩૧માં સુલતાન અહેમદ શાહે નાંદોદ પર ફરીથી ચડાઇ કરી ત્‍યારે ગોહિલ રાજા હરિસીંગ રાજ કરતો હતો. સુલતાન ચઢાઇથી નાશી જઇ રાજપીપલા નામે નવી રાજધાની વસાવી. એ વંશના રાજા નાંદોદના રાજા તરીકે ઓળખાતા હશે. એટલે નાંદોદનું મહત્વ ચાલુ રહ્યું હશે એવું સુલતાન બહાદુરશાહે નાંદોદના રાજાને નસિયત કરીને સુલતાન મુઝફર શાહ ૩જો ઇ.સ. ૧પ૮૪માં નાંદોદ ભાગી ગયો એવા ઉલ્લેખો પરથી માલુમ પડે છે.